સાચો કે AI?શેર કરતાં પહેલાં જાણો.
WhatsApp, Instagram, YouTube, Facebook કે કોઈ પણ લિંકનો વિડિયો તપાસો. એક મિનિટમાં સ્પષ્ટ જવાબ, અને તેની પાછળના પુરાવા.
- મફત, સાઇન-અપ વગર
- એક મિનિટમાં જવાબ
- 1,000+ સાઇટ્સની લિંક
હાલ તપાસનું ટૂલ અને રિપોર્ટ અંગ્રેજીમાં છે.
આ કેવી રીતે કામ કરે છે
- 1
લિંક પેસ્ટ કરો કે વિડિયો અપલોડ કરો
WhatsApp માંથી વિડિયો સેવ કરો, અથવા Instagram, YouTube, X, Facebook ની લિંક કૉપી કરો.
- 2
અમે ઘણી રીતે તપાસીએ છીએ
અમારું પોતાનું મૉડલ સમય સાથે વિડિયોની હલનચલન જુએ છે; સાથે ફ્રેમ, અવાજ, ડિજિટલ લેબલ (Content Credentials) અને ફાઇલની માહિતી પણ તપાસાય છે.
- 3
જવાબ અને તેનાં કારણો
“કદાચ સાચો” કે “કદાચ AI”, કઈ પળે શું મળ્યું, અને ગ્રુપમાં મોકલી શકાય એવો રિપોર્ટ.
કેટલું સચોટ?
- AI વિડિયો પકડાયા, એવા AI મૉડલના જેના પર અમારું મૉડલ ક્યારેય ટ્રેન નથી થયું*
- 96%
- AI વિડિયોને ભૂલથી “સાચા” કહ્યા, WhatsApp જેવી ક્વૉલિટીમાં પણ*
- ≤ 1%
*ઑક્ટોબર 2026 નો સ્વતંત્ર ટેસ્ટ: બે નવા AI મૉડલના 601 AI વિડિયો અને 84 સાચા વિડિયો, દરેકને મૂળ સ્વરૂપે અને WhatsApp ક્વૉલિટીમાં તપાસ્યા. કોઈ પણ ડિટેક્ટર 100% સચોટ નથી, એટલે દરેક જવાબ સાથે કારણો દેખાય છે. સંપૂર્ણ પરિણામો (અંગ્રેજીમાં)
ફોરવર્ડ કરતાં પહેલાં
- મૂળ પોસ્ટ શોધો: વિડિયો સૌથી પહેલાં કોણે અને ક્યારે મૂક્યો?
- ભરોસાપાત્ર સમાચાર જુઓ: આટલી મોટી ઘટના હોત તો સમાચારમાં આવી હોત.
- તારીખ અને જગ્યા તપાસો: સાચા વિડિયો પણ ઘણી વાર ખોટા કૅપ્શન સાથે ફેલાવાય છે.
- શંકા હોય તો ફોરવર્ડ ન કરો: ખોટા સમાચાર રોકવાનો સૌથી સરળ રસ્તો.
સવાલ-જવાબ
- શું આ મફત છે?
- હા. Quick Scan મફત છે અને સાઇન-અપની જરૂર નથી. દૃશ્ય અને અવાજની દરેક સેકન્ડ તપાસીને પૂરો રિપોર્ટ આપતું Deep Scan એક વખતની નાની ચુકવણી કે માસિક પ્લાનનો ભાગ છે.
- શું આ 100% સચોટ છે?
- કોઈ પણ AI ડિટેક્ટર 100% સચોટ નથી. એટલે દરેક જવાબ સાથે કારણો દેખાય છે, અને ખાતરી ન હોય ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ.
- WhatsApp વિડિયો કેવી રીતે તપાસું?
- WhatsApp માં વિડિયો ખોલો, સેવ કે શેર કરો, પછી અહીં “Upload Video” થી પસંદ કરો. Instagram, YouTube, X, Facebook સહિત 1,000+ સાઇટ્સની લિંક પણ ચાલે છે.
- મારા વિડિયોનું શું થાય છે?
- અપલોડ કરેલા વિડિયો 24 કલાકમાં આપમેળે ડિલીટ થઈ જાય છે. શેર લિંક ચાલુ રહે એ માટે રિપોર્ટ રાખવામાં આવે છે.
અંગ્રેજીમાં વાંચો: Video Verifier · How to tell if a video is AI-generated